રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા હેરોમાં પ્રાર્થનાસભા યોજાઈ

રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા હેરોમાં પ્રાર્થનાસભા યોજાઈ

રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા હેરોમાં પ્રાર્થનાસભા યોજાઈ

Blog Article

સ્વર્ગસ્થ પદ્મ વિભૂષણ રતન નવલ ટાટાને શ્રદ્ધાંજલિ આપવા શુક્રવારે (11) લંડનના હેરો ખાતેના ઝોરોસ્ટ્રિયન સેન્ટર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. રતન ટાટાનું મુંબઈમાં 8 ઓક્ટોબરના રોજ 86 વર્ષની વયે અવસાન થયું હતું.

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા ગ્રુપને વૈશ્વિક બિઝનેસ પાવરહાઉસમાં રૂપાંતરિત કરવા તથા પરોપકાર કાર્યો માટે વ્યાપકપણે જાણીતા છે.



ઉથમના અથવા ત્રીજા દિવસની પારસી પ્રાર્થના ત્રણ પૂજારીઓ દ્રારા કરાઈ હતી, જેમાં મેટ્રોપોલિટન પોલીસ અધિક્ષક ઝુબિન પી લેખક, એરવાડ યાઝાદ ટી ભાધા અને એરવાડ ઝુબિન આર ભેડવારનો સમાવેશ થાય છે. ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના પેટ્રોન લોર્ડ કરણ બિલિમોરિયાએ આ પ્રાર્થના સભામાં રતન ટાટા પર તેમના વિચારો રજૂ કર્યા હતાં. બિલિમોરિયાએ 2002થી તેમની સાથે કામ કર્યું હતું.

Report this page